ગ્રેમી એવોર્ડ્સ 2025 માટે 6 ઇન્ડિયન અમેરિકન કલાકારોને નોમિનેશન

ગ્રેમી એવોર્ડ્સ 2025 માટે 6 ઇન્ડિયન અમેરિકન કલાકારોને નોમિનેશન

ગ્રેમી એવોર્ડ્સ 2025 માટે 6 ઇન્ડિયન અમેરિકન કલાકારોને નોમિનેશન

Blog Article

કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ક્રીપ્ટો ડોટ કોમ અરેના ખાતે આવતા વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ યોજાનારા 67મા ગ્રેમી એવોર્ડ્સ માટે 6 ઇન્ડિયન અમેરિકન કલાકારોને નોમિનેશન મળ્યું છે. આ નોમિનેશન મેળવનારાઓમાં ચંદ્રિકા ટંડન, અનુષ્કા શંકર, વારિજાશ્રી વેણુગોપાલ, રિકી કેજ, નોશિર મોદી અને રાધિકા વેકરિયાનો સમાવેશ થાય છે.

ઉદ્યોગસાહસિક અને કલાકાર ચંદ્રિકા ટંડનના આલ્બમ “ત્રિવેણી”ને બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા તો ચેન્ટ આલ્બમ શ્રેણીમાં નોમિનેશન મળ્યું છે. તે પેપ્સિકોનાં ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીનાં બહેન છે અને ટંડન કેપિટલ એસોસિએટ્સના ચેરપર્સન છે, આ ફાયનાન્સિયલ એ઼ડવાઇઝરી ફર્મની સ્થાપના તેમણે 1992માં કરી હતી.

જાણીતા પીઢ સિતારવાદક રવિશંકરની પુત્રી અનુષ્કા શંકરને તેમના આલ્બમ “ચેપ્ટર II: હાઉ ડાર્ક ઇટ ઇઝ બિફોર ડોન” માટે આલ્બમ શ્રેણીમાં ગ્રેમી નોમિનેશન મળ્યું હતું. અનુષ્કાને બેંગલુરુ સ્થિત ગાયક, વાયોલિનવાદક અને સંગીતકાર વેણુગોપાલની સાથે “અ રોક સમવેર” ગીત પર તેમના સહયોગ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કેટેગરીમાં અન્ય નોમિનેશન પણ મળ્યું છે.

વેણુગોપાલને પ્રથમવાર ગ્રેમીમાં નોમિનેશન મળ્યું છે, તેમણે કેજના આલ્બમમાં પણ યોગદાન આપ્યું હતું. બેંગ્લોર સ્થિત ત્રણ વખતના ગ્રેમી વિજેતા કેજને “બ્રેક ઓફ ડોન” માટે ચોથું નોમિનેશન મળ્યું છે. જોકે, કેજ અત્યારે ભારતમાં વસે છે, પણ તેમનો જન્મ નોર્થ કેરોલાઈનામાં થયો હતો.

અન્ય, ઇન્ડિયન અમેરિકન કલાકાર રાધિકા વેકરિયાને પણ તેના આલ્બમ “વોરિયર્સ ઓફ લાઇટ” માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. તેઓ લોસ એન્જેલસમાં વસે છે, તેમનો જન્મ યુકેમાં પૂર્વ આફ્રિકાના માતા-પિતાને ત્યાં થયો હતો અને તેઓ મૂળ ભારતના વતની છે. મુંબઈમાં જન્મેલા સંગીતકાર નોશિર મોદીને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં ગીત “કાશિરા” માટે પ્રથમ ગ્રેમી નોમિનેશન મળ્યું છે.

Report this page